
થોળ તળાવ મૂળે સિંચાઈ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ સમય જતા અહીં પક્ષીઓનો વસવાટ વધતો ગયો. વર્ષ 1988માં તેને અધિકૃત રીતે બર્ડ સૅન્ક્ચુઅરી જાહેર કરવામાં આવ્યું. આજકાલ આ તળાવ અને તેની આસપાસનો વિસ્તાર પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે.
ગુજરાતના અમદાવાદથી લગભગ ૨૫ – ૩૦ કિમી ના અંતરે આવેલું આ થોલ વિલેજ કુદરતપ્રેમીયો અને પક્ષી નિરીક્ષકો માટે સ્વર્ગ સમાન છે.
પથ્થરોથી બનેલો ભવ્ય પ્રવેશદ્વાર સાથે જ અંદર પ્રવેશતાં જ કુદરતી શાંતિનો અહેસાસ થાય છે.”Thol Bird Sanctuary” લખાયેલું બોર્ડ જાણે લોકો ને કહી રહ્યું છે કે “અહિયાં અવાજ ઓછો રાખજો,કારણ કે અહિયાં પંખીઓ બોલે છે.”
અંદર જતાં જ હરિયાળીથી ભરેલા વૃક્ષો,ખુલ્લુ આકાશ અને શાંત વાતાવરણ જે મનને તરત જ શાંત કરી દે છે.શિયાળાની કડકડતી ઠંડી માં દેશ-વિદેશથી અહિયાં હજારો પ્રવાસીઓ પ્રક્ષીઓ જોવા આવે છે.અહિયાં ફ્લેમિંગો,પેલિકન,હંસ,બગલા અને અનેક રંગબેરંગી પક્ષીઓ.

થોળ માત્ર એક ફરવા જેવું સ્થળ નથી,પરંતુ કુદરત સાથે જોડાવાનું,થોડી ક્ષણો માટે શહેરની દોડધામ ભૂલવાનું સ્થાન છે.સવારના સમયે અહીંનું સૌંદર્ય અદભુત લાગે છે.ઠંડી હવા, પક્ષીઓની કલરવ અને સૂર્યની નરમ કિરણો સાથે થોળ ખરેખર યાદગાર અનુભવ આપે છે.
પ્રખ્યાત પક્ષીઓમાં: -ફ્લેમિંગો , પેલિકન , ગ્રે હેરોન , સ્પોટબિલ્ડ ડક , પેઇન્ટેડ સ્ટોર્ક ,બ્લેક-હેડેડ આઈબિસ ,વિવિધ પ્રકારના હંસ અને બગલા
આ કારણે થોળ બર્ડ વૉચર્સ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ માટે બહુ જ લોકપ્રિય છે.
અભ્યારણ્યમાં ફેલાયેલું વિશાળ તળાવ, તેની આજુબાજુની ઝાડીઓ, ખુલ્લા મેદાનો અને પાણી પર તરતા પક્ષીઓ. આ બધું મળીને એક શાંત અને જીવંત દૃશ્ય રચે છે. અહીં સવારના સમયે પક્ષીઓની કલરવ અને સાંજના સમયે સૂર્યાસ્તનું દૃશ્ય ખાસ જોવાલાયક હોય છે.
ફરવા અને જોવા માટેની સુવિધાઓ :- વૉકિંગ ટ્રૅક, બર્ડ વૉચ ટાવર , વ્યૂ પોઇન્ટ, માહિતી બોર્ડ, ફોટોગ્રાફી માટે નિર્ધારિત જગ્યાઓ
લાકાત માટે શ્રેષ્ઠ સમય :- સર્વોત્તમ ઋતુ: નવેમ્બરથી માર્ચ & સારો સમય: સવાર 6:30 થી 10:30 અને સાંજ 4:30 પછી & ગરમીમાં પાણી ઓછું થવાથી પક્ષીઓ ઓછા જોવા મળે છે.
થોળ એ માત્ર ફરવા માટેનું સ્થળ નથી; એ કુદરત સાથે જોડાવાનો અનુભવ છે. હીં બેઠા બેઠા સમય પસાર થતો ખબર જ નથી પડતી. પક્ષીઓના ઝુંડને ઉડતાં જોવું, શાંત વાતાવરણમાં શ્વાસ લેવું આ બધું માનસિક શાંતિ આપે છે.

કુદરતને નજીકથી જોવી હોય, શાંતિ શોધવી હોય તો થોળ બર્ડ સૅન્ક્ચુઅરી એક વાર તો ચોક્કસ જ જવું જોઈએ.
